Friday, 29 December 2017

તું મારી જોડે બોલ્યા વગર રહી શકીશ,
પણ હું તારા બોલવાની રાહ જોઇશ.
તું મને જોયા વગર રહી શકીશ,
પણ હું તો તને જ જોવા માટે તરસીશ.
તને મારી જરૂર કાયમ નહિ રહે,
પણ મને તારી કમી કાયમ રહેશે.
મારા વગર તારું જીવન સફળ થશે,
પણ હું ક્ષણ ક્ષણ હારીશ તારા વગર.
તારા વગર... 

Thursday, 28 December 2017

હૃદયમાં આગ રાખું છું, નયનમાં નીર રાખું છું, 
જીવનની આ સમસીતોશણ હૂં તાસીર રાખું છું, 
વિકટ છે પંથ મારો પણ વીપદમાં ધીર રાખું છું, 
કલેજું થામીને જીવન ને સ્થિર રાખું છું, 
જીવનમાં આજ પર્યંત મે કદી નીચું નાથી જોયું, 
બહુ થઈ જાય છે ત્યારે વદન ને ગંભીર રાખું છું, 
શિકાયત કાંઇજ નથી મારી, 
જીવન ભરપૂર છે, સંતોષની જાગીર રાખું છું, 
ભલા કોણે કહીદીધું વિધિના લેખ પાક્કા છે, 
સદા તકદીર નાં જોરે બુલંદ તકદીર રાખું છું, ✍
તને ક્યારેય કોઈએ કહ્યું છે રાહ જો ??
હું કહું છું રાહ નહિ જોતી.. .
હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ.. . જે હું જોઈ નાહી શકું, તો તું હમણાંજ ફૂલો મોકલ ને... .
હું મૃત્યુ પામીશ ને તારા આસું વહેશે.. . જેની મને ખબર જ નાહી પડે, તો તું મારા પ્રેમ માં આજે જ થોડું રાડ ને.. .
હું મૃત્યુ પામીશ ને તું મારી કદર કરીશ.. . જે હું સાંભળી નાહી શકું, તો એ બે શબ્દો હમણાં જ બોલ ને.. .
હું મૃત્યુ પામીશ ને તું મારા દોષો ભૂલી જઈશ.. . જે હું જાણી નહીં શકું, એય.. . !! તો તું મને હમણાં જ માફ કરી દેને.. .
હું મૃત્યુ પામીશ ને તું મને યાદ કરીશ જે હું અનુભવી નાહી શકું, તો તું મને અત્યારે જ યાદ કર ને.. .
હું મૃત્યુ પામીશ ને તને મને સ્પર્શવા ની ઇચ્છા થશે, પણ તું મને અડી નાહી શકે, હમણાં જ મને અડ ને.. .
હું મૃત્યુ પામીશ ને તને થશે કે મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો.. . તો તું અત્યારે જ એવું કર ને, મારી સાથે રહી જા ને.. .
રાહ ના જોવી.. .રાહ જોવા માં ઘણીવાર ખુબ મોડું થઇ જાય છે. હું જયદિપ.. .તને કહું છું.. .એય.! રાહ ના જોતી.

પોતાના પ્રેમી તો બનો

કોઈ મારી પાસે નથી, કોઈ મારી સાથે નથી, કોઈ મને પ્રેમ નથી કરતું એ કહેતા વધારે ખરાબ વાત તો એ કહેવાય કે  હું જ મારી જાત ને પ્રેમ નથી કરતો...